ઝાંપો ઉદાસ છે.. - 7

  • 2.1k
  • 1
  • 956

વાસવ આજે સવારથી જ ગમગીન હતો... નિરાશ વદને ખુરશીમાં બેઠો હતો. ખુરશીમાં બેસીને રીનાની ધૂંધળી તસ્વીર પોતાના મનોજગતમાં જોઈ રહ્યો હતો. ત્યાં જ રીનાની ધૂંધળી તસ્વીર ને હડસેલી એક બીજી યુવતીની તસ્વીર એના મનોજગતમાં ઉપસ્થિત થઇ... ' નિશા... ' ' કમ્બખ્ત નિશા ' નિશાના નામ સ્મરણ માત્રથી વાસવ ને ગુસ્સો આવ્યો. એણે ગુસ્સાના આવેશમાં હાથમાં રહેલ કાચનો ગ્લાસ નીચે પછાડ્યો. તે એ જ નિશા હતી જેને કારણે વાસવને, નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. એ એજ નિશા હતી જેના કારણે એ મરવા નીકળ્યો હતો. એ એજ નિશા હતી