*મિલી*??? "મિલી....ઓ....મિલકી કાં ગઈ લી છોરી?" મિલી ફુગ્ગાવાળીની મા નો અવાજ આવ્યો. મિલી દોડતી મા પાસે આવી,માના હાથમાં 50 રૂપિયા આપ્યા.મા ખુશ, મિલી ખુશ! મિલી એક નાનકડી રૂપાળી બાળકી,લઘરવઘર માથું ઓળીને જે મળે એ કપડાં પહેરીને સિગ્નલ પાસે ફુગ્ગા વેચવા જતી.એના મિલી નામ પાછળ એક જુદું જ કારણ છે.એ એના ભાઈ ને મળેલી ભીખી અને દલસુખની મોટી કરેલી દીકરી છે. એક દિવસ રામલો કચરો ઠાલવવા કચરા પેટી પાસે ગયો ત્યાં જોયું તો સફેદ કપડે વીંટાયેલી ઢીંગલી ! એને ઊંચકીને જોયું તો આ તો સાચુકલી ઢીંગલી એ તો દોડ્યો ઘર તરફ ..એને બોલવાની થોડી તકલીફ એટલે પુરા