પાર્ટ 3આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત અને અનુજની મુલાકાત થાય છે, વાતવાતમાં ઇનાયત પોતે પણ બ્રાહ્મણ હતી એ વાત કરે છે, હવે આગળ, 'હું બ્રાહ્મણ છું ', 'અચ્છા હું પણ બ્રાહ્મણ છું... હમ્મ સોરી હતી ''મતલબ ''મતલબ એમ કે લગ્ન પહેલા બ્રાહ્નણ હતી ''તો તારા સુલેમાન સાથે લગ્ન કેમ? ''બધું આજેજ જાણી લેવું છે? !''હા, જાણ્યા વગર નહીં જવા દઉં ''કર્નલ સાહેબને પૂછજો એ જણાવશે તમને 'આટલું કહીને ઇનાયત ઉભી થઈને ચાલવા લાગી, અનુજ પણ ઉભો થયો, ઈનાયતનો રસ્તો રોકતા બોલ્યો, 'તારે જ જણાવવું પડશે ઇનાયત પ્લીઝ મને આમ મૂંઝવણમાં મૂકીને ના જા ', 'અનુજ સમજો આપ, મારે જલ્દી નીકળવું પડશે, હું કાલે