મહેરે પોતાની વાત આગળ શરૂ કરી "સવાર થતા જ તે બંને હોશમાં આવ્યાં ને મારી સામે જોતા રહયાં. હું કંઈ કહું તે પહેલાં જ તે બંનેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. તે છોકરો તે છોકરીને હજૂ પણ હઠ કરતો હતો ને તે ચૂપચાપ તેનો તમાશો જોતી રહી. સાયદ કોઈ મજબુરી તેને બાંધતી હોય.... મારા વિચારો ત્યાં જ શરૂ થઈ ગયા હતા. આમેય વિચારોની ગતી આપણા પગ કરતા વધું ઝડપી દોડી શકે છે. મારાથી તે વધારે સમય ન જોવાણું. એટલે, હું તે બંનેની લડાઈ વચ્ચે ઊભો રહયો. તે છોકરી તો હજુ એમ જ ઊભી હતી પણ તે છોકરો બબડતો હતો કે આ