શોધ – પુર્નજન્મની ગાથા - ૨

(24)
  • 5.3k
  • 2.5k

‘હેલો! નીરજ... નીરજ...’, ફોન કપાઇ ગયો. ઇશાને તેના ખાસ મિત્ર નીરજને ફોન લગાવ્યો. પરંતુ નીરજનો ફોન વ્યસ્ત આવતો કાંતો કપાઇ જતો. નીરજ અને ઇશાન છેલ્લાં સાત વર્ષથી એક જ કંપનીમાં સમાન સ્તર પર ફરજ નિભાવતા હતા. નીરજ સામાન્ય ભારતીય પુરુષ જેટલી ઊંચાઇ ધરાવતો અને ઘટ્ટ શ્યામ ઝીણી આંખો સાથે વાંકડીયા વાળ તેમજ અત્યંત પાતળા શરીર સાથે પૃથ્વી પર ફરતો જીવ હતો. ‘નીરજનો ફોન લાગતો નથી.’, ઇશાને સ્કુલથી આવતી શ્વેતાના ઘરમાં દાખલ થતાં જ જણાવ્યું. ઇશાને આરામ કરવા માટે રજા રાખેલી. ‘તું આખો દિવસ, આ જ વિચારોમાં રહ્યો