તરસ પ્રેમની - ૯

(46)
  • 5.4k
  • 5
  • 2.1k

મેહાએ સાંજે શ્રેયસને Hi નો મેસેજ કર્યો.શ્રેયસે પણ મેહાને મેસેજ કર્યો. મોડી રાત સુધી મેહા અને શ્રેયસે મેસેજ દ્રારા વાત કરી.છેલ્લે મેહાએ પૂછ્યું "Sunday ક્યાં મળીશું?"શ્રેયસ:- "Sunday કદાચ નહીં મળાય. મારો મતલબ છે કે એકલામાં નહીં મળાય. RR એના ગ્રુપ સાથે અને મારા ફ્રેન્ડસ સાથે મુવી જોવાનો પ્લાન બનાવી રહ્યા છે."મેહા:- "Ok વાંધો નહીં."શ્રેયસ:- "Ok તો bye...good night."મેહા:- "Good night."મેહા મનોમન કહે છે "RRને શું જરૂર હતી આ જ રવિવારે મુવી જોવાનો પ્લાન બનાવવાની. હું કેટલી ખુશ હતી કે શ્રેયસ સાથે એકાંતમાં મળવાનું થશે. શું ખબર કદાચ શ્રેયસ મને પ્રપોઝ પણ કરી દેત. RR એ મારો બધો મૂડ બગાડી નાખ્યો.