આર્યરિધ્ધી - ૪૧

(36)
  • 3.7k
  • 1
  • 1.3k

"હું આર્યવર્ધન ની ફિયાન્સી છું. મારી અને તેની સગાઈ થઈ ચૂકી હતી અને લગ્ન થવાના હતા પણ એ પહેલાં જ તે મને છોડીને જતો રહ્યો.” આટલું કહીને ક્રિસ્ટલ રડવા લાગી. રિધ્ધી અને ભૂમિ તો જાણે પૂતળું બની ગયા એમ ત્યાં જ ઉભા રહી ગયા.ભૂમિ ને પરિસ્થિતિ નું ભાન થતાં તેણે ક્રિસ્ટલના હાથ ખોલી નાખ્યા. ક્રિસ્ટલ હજુ પણ રડતી હતી એટલે રિધ્ધી તેને ગળે મળી. આખરે ક્રિસ્ટલ તેની બેસ્ટ ફ્રેન્ડ હતી. ભૂમિ ને આ જોઈને ત્યાં રોકાવા નું યોગ્ય લાગ્યું નહીં એટલે ભૂમિ એ રૂમ ની બહાર નીકળી ને દરવાજો બંધ કરી દીધો.ભૂમિ લિફ્ટ પાસે જઈને લિફ્ટ આવવાની રાહ જોવા લાગી.