' સોહામણી સાંજનું મૌન રુદન ' ???????વિધવા , ત્યકતા કે પછી ઘરથી વિખુટા પડેલા લોકો જેમકે મહિલા , પુરુષ કે પછી અનાથ બાળકો માટે એક સુંદર મજાનો આશ્રમ હતો . જ્યાં ભક્તિમય અને સંસ્કારી વાતાવરણ ,શાંત , સ્વચ્છ અને મનને ભાવી જાય એવું વાતાવરણ , ચારે બાજુથી આવી રહેલી કેસૂડાંના ફૂલોની મધમાતી સુગંધ ... અને આશ્રમમાં આવેલા મંદિરમાંથી ફેલાય રહેલી ધૂપની સુગંધ ,ચારે તરફ વાતાવરણ એકદમ પવિત્ર બની રહ્યું હતું , આ આશ્રમમાં એક નાનકડું હોસ્પિટલ પણ હતું . આશ્રમમાં રહેતા લોકોની સારવાર ત્યાં ફ્રી માં જ થતી . સિંદૂરીયા કલરની સાડી અને સંધ્યાની સિંદૂરી સાંજને સજાવતી હોય એ રીતે ' આરતી '