પોતે જ પોતાનાં વાત-વિવાદમાં ફસાયેલી રેવા સામે કોઈ માર્ગ દેખાતો નહતો. પોતાનાં જ માણસો ધ્વારા મળેલાં ધક્કાઓથી હવે એટલો અવિશ્વાસ જાગી રહ્યો હતો કે કૌશલ પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની ગયો હતો. રેવાને કૌશલ પર પણ ભરોસો બેઠો નહીં અને તેની તરફનો માર્ગ પણ બંધ થઈ ગયો. હવે તો પોતાની પાસે કોઈ એવાં સંબંધ પણ નહતાં બચ્યાં કે તેની સામે પોતાની બધી વાત મુકી શકે. " શા માટે ભગવાન... શા માટે મારાં જ જીવનમાં આટલી ઉપાધિઓ આપો છો?.. મેં ક્યારેય કોઈનું ખોટું નથી વિચાર્યું કે ના કોઈનું ખોટું કર્યું છે. છતાં બધાં સંબંધો મારી