ક્યા છે એ? ભાગ : 8 કેરલા ધરતીનુ સ્વર્ગ. નાનપણમાં પિતાજી સાથે એક વખત ગયો હતો. ઉતરમાં હિમાલય અને દક્ષિણમાં કેરલા અક્ષિતની પ્રિય જગ્યા હતી. અને તેમાં પણ સ્વાતિ સાથે જવાનુ હતુ એટલે તુરંત જ હા પાડી દીધી હતી અને તે ટુરમાં જોડાય ગયો હતો. પરંતુ સ્વાતિ તો ન આવી. જરાય ગમતુ ન હતુ. વારંવાર બસમાંથી ઉતરી જવાનુ મન થતુ હતુ પરંતુ હિમ્મત થતી ન હતી. બધા ખુબ જ ખુશ હતા. હસી મજા અને કોલાહલ બસમાં કરી રહ્યા હતા. અક્ષિતને જરાય રસ પડતો ન હતો. અવિનાશ અને બકુલે તેની સાથે થોડી વાર મસ્તી કરી પરંતુ તેનો નિરાશાજનક પ્રતિભાવ જોઇ તેઓ