ક્યાં છે એ? ભાગ : 5 અમેરિકા જવુ કે ઇન્ડિયામાં જ અભ્યાસ પુર્ણ કરવો. તે જબરદસ્ત ગડમથલમાં હતો. તેના બધા મિત્રોનો અભિપ્રાય એમ જ હતો કે અમેરિકામાં સ્ટડી કરવા મળતુ હોય તો શા માટે ઇન્ડિયામાં સ્ટડી કરવુ જોઇએ. આવો ગોલ્ડન ચાન્સ કયારેય છોડવો જોઇએ નહિ. પરંતુ પપ્પાનો ધીકતો બિઝનેશ અને અતિશય શ્રીમંત તો તેઓ હતા હવે વધારે કમાવા માટે અમેરિકા જવુ અક્ષિતને યોગ્ય લાગતુ ન હતુ. જો ઇન્ડિયામાં રહીને જ પપ્પાનો બિઝનેસ સંભાળવો હોય તો પછી અમેરિકાનો અભ્યાસ શા કામ નો? અહીં પરિવાર સાથે રહીને આનંદથી ન ભણી શકાય? અક્ષિતનો નિર્ણય સાંભળી સગુણાબહેન આગબબુલા બની ગયા.“અક્ષિત, તું સાવ તારા પપ્પા