ક્યાં છે એ?ભાગ: 2 સ્કુલેથી આવતા જ ઘરમાં મામા-મામી અને તેની પોતાના જ જેવડી ઉંમરની ન્યાસા અને ન્યારાને જોઇને દિવ્યા ખુબ જ ખુશ થઇ ગઇ. તેને પોતાનુ દફતર મુકી દીધુ અને ન્યાસા અને ન્યારા સાથે રમવા લાગી. તેની ખુશી જોઇ અક્ષિતના હૈયામાં ટાઢક વળી. “અક્ષિતભાઇ, તમે ચિંતા ન કરો. બાળકનુ મન નિર્દોષ અને કોમળ હોય છે. ન્યાસા અને ન્યારા સાથે રહીને દિવ્યા બધુ ભુલી જશે અને ખુશ રહેશે.” સુનિલની પત્ની વિભિષાએ કહ્યુ. “અક્ષિત, દિવ્યાની ચિંતા ન કરજે. તું સ્વાતિને શોધવા માટે પ્રયાસ ચાલુ રાખજે.” સાળો બનેવી હોવા પહેલા બંન્ને ખાસ મિત્રો હતા આથી હવે માન આપવા માટે જીભ વળતી ન