પપ્પા તમને વ્હાલું કોણ ??

(35)
  • 3.5k
  • 2
  • 1.1k

ગરમી અને પરીક્ષા બન્ને શરુ થઇ ગયા હતા.. પેપર પૂરું થયા પછી ત્રીજા ધોરણમાં ભણતી શ્રેયા પપ્પાની રાહ જોઈ રહી હતી ત્યાં થોડીવારમાં શ્રેયાના પપ્પા કિશોરભાઈ ત્યાં આવી ગયા.. ત્યાં શ્રેયાના ટીચર પણ ઉભા હતા.. શ્રેયા એના ટીચરને કહી પપપ્પા સાથે નીકળી ગઈ.. પરીક્ષા આપ્યા પછી શ્રેયાને થોડી તરસ લાગી હતી એટલે એના પપ્પાને કીધું, "ચલો પપ્પા આજે શેરડીનો રસ પીએ એટલે ગરમી પણ નહીં લાગે અને ઘરે પહોંચી ત્યાં સુધી તરસ પણ નહીં લાગે.." એટલે ઘરે જતા વચ્ચે આવતા રસના ચિચોળા પર બન્ને પપ્પા અને દીકરીએ શેરડીનો રસ પીધો.. શ્રેયા ગાડી પર બેઠી હતી, ત્યાં કિશોરભાઈ સિગરેટનો સુટ્ટો લાગાવતા