રત્ના

(14)
  • 2.7k
  • 750

આળસ મરડી 'રત્ના 'એ આંખો ઉઘાડી. બારી બહાર નજર કરી સુરજ એના સોનેરી કિરણો ને અવની પર પાથરી પોતાની હાજરી નો અહેસાસ અવનીવાસીઓ ને કરાવી રહ્યો હતો. થોડી વાર પથારી માં એમજ પડી રહ્યા પછી રત્ના એ હાથ લંબાવી બાજુની ટેબલ પર પડેલો મોબાઈલ હાથ માં લીધો. ઈન્ટરનેટ ના સમય માં પણ એક ટેક્સ્ટ મેસેજ જોઈને એને ઘણી આતુરતા થઇ આવી. એ પણ કોઈ નવા અજાણ્યા નંબર પરથી. લખ્યું હતું, "હું ઇન્ડિયા આવ્યો છું. થોડા દિવસ રોકાવાનું છે, થોડું કામ છે. બસ એ પૂરું કરીને પાછો ચાલ્યો જઈશ. ઈચ્છા હોય તો આ મારું સરનામું છે ત્યાં આવી જજે.તારા દર્શન કરવાની