ઝલક એક મધ્યમવર્ગની સીધી સાદી છોકરી હતી, તેના માતા -પીતા ના અવસાન બાદ તે એના કાકા -કાકી સાથે રહેતી હતી, ઝલકે બીએડનો અભ્યાસ પૂરો કર્યો અને એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવવા લાગી... તેના કાકા કાકીને કોઈ સંતાન નહોતું એટલે તેમને પણ ઝલકને ખૂબજ પ્રેમ આપ્યો અને દીકરીની જેમ સાચવી હતી... ઝલક પાંચમા ધોરણની શિક્ષિકા હતી, તેના કલાસમાં ધવલ કરીને છોકરો આવતો હતો જે મૂંગો હતો, ઝલકને તેની માસુમિયત ખૂબજ ગમતી અને તે ધવલને સરસ રીતે સાચવતી, ઝલક તેને પટ્ટાવાળા પાસે બેસાડીને નીકળતી અને પછી કોઈ એને લઇ જતું... એક દિવસ પટ્ટાવાળાએ ઝલકને કહ્યું, 'મેડમ, આ મૂંગો છોકરો રોજ