સુગંધી.....વાર્તા.. 

(14)
  • 2.4k
  • 622

સુગંધી.....વાર્તા.. દિનેશ પરમાર' નજર '----------------------------------------------------------ઈત્રસે કપડોકો મહકાંના બડી બાત નહીં મજા તો તબ હૈ જબ ખુશ્બુ તેરે કિરદાર સે આયે - ગાલીબ ---------------------------------------------------------- છેલ્લા પાંત્રીસ વર્ષથી, વર્ષો જુના સિલાઈ મશિન પર જુના કપડાંને, સાંધવાંનું કામ કરતા મોહનલાલને લાગ્યું કે કોઈ વ્યક્તિ બાજુમાં આવી ઉભી છે.મશિન ચલાવતા ચલાવતા જ ઉપર જોયું. "અરે! રમણીક તુ? રાજકોટથી ક્યારે આવ્યો?"રમણીક હજુ કાંઇ આગળ બોલે તે પહેલાં "અને તું ઉભો કેમ છે?" પછી મશિન ચાલુ રાખી આંખથી ઈશારો