ચાર દિવસ સુધી નીલનો કોઈ જ કોન્ટેક્ટ નહોતો.. ધ્રુતિને પણ કંઈ સમજાતું નથી, તે હવે રાહ જોઈ શકતી નથી. ધ્રુતિએ ચેતનને કોલ કર્યો, ચેતન ધ્રુતિનો ફોન વારંવાર કાપતો હતો. ધ્રુતિને એ રાત્રે જરા પણ ઊંઘ ના આવી, ધ્રુતિ બીજા દિવસે કોલેજ પણ ના આવી, હોસ્ટેલમાં જ રહીને એકલી એકલી રડ્યા કરતી... થોડી જ વારમાં ફોનની રીંગ વાગે છે, ધ્રુતિ રડવાનું બંધ કરી ફોન ઉપાડે છે. સામે ચેતન હોય છે. ધ્રુતિ : હેલો, ચેતન : તું ક્યાં છે? ધ્રુતિ : એ બધું છોડ, પહેલા મને એ કહે કે નીલ ક્યાં છે?, શું થયું છે યાર એને? મારો એની સાથે કોઈ કોન્ટેક્ટ