ચક્રવાકી પૂર્ણિમાનો ચન્દ્ર સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. સૃષ્ટિ પર શ્વેત, શુભ્ર શીતળ ઉજાસ વીલસી રહ્યો હતો. હજારેક ખોરડાં ધરાવતું ગામ જંપી ગયું હતું. બારમાસી નદીના કાંઠે શોભતું નાનકડું ગોકુળિયું ગામ સ્વાવલંબી હતું. ગામથી બે કિલોમીટર દૂર રેલવે સ્ટેશન હતું. ગામમાં આવવા- જવાનું એક માત્ર માધ્યમ રેલ્વે હતી. એસટી બસ કે અન્ય વાહનો આવે એવા એકે રસ્તા ન હતા. ખેડૂતો, ખેત મજુરો, માલધારીઓ-પશુપાલકો... બધા જ વહેલા ચાર વાગે ઉઠી જતા હોવાથી પ્રભાત પ્રગટે