કયાં છે એ? - 1

(43)
  • 7.2k
  • 6
  • 3.7k

કયાં છે એ? ભાગ : 1 હજુ આંખ જ ઉઘડી હતી પથારીમાં બેઠા બેઠા બુમ પડાઇ ગઇ, “સ્વાતિ ઓ સ્વાતિ ચા મુકી? મારે લેઇટ થઇ રહ્યુ છે.” મમ્મીનુ નામ સાંભળતા જ નાનકડી દિવ્યા ગાઢ ઉંઘમાંથી પથારીમાંથી ફટ ઉભી થઇ ગઇ અને ખુશ ખુશ થતા બોલી ઉઠી, “મમ્મી આવી ગઇ?” તે દોડીને રસોડાંમાં ભાગી. બા ને ચા બનાવતા જોઇ નિરાશ થઇને પપ્પા પાસે આવીને બોલી, “પપ્પા, મમ્મી કયાં છે? બાથરૂમ ગઇ છે?” આટલુ બોલીને બાથરૂમમાં પણ જોઇ આવી. કોઇને ન જોતા બોર જેવા આંસુ ફરી ખરી પડયા. “મારી લાડકી ઢીંગલી, અહીં બેસ.” પોતાનાથી ભયાનક ભુલ થઇ ગઇ છે તેનો અહેસાસ થતા