બદલાવ

(25)
  • 1.5k
  • 2
  • 753

કિરણભાઈ એ તેના એક ના એક છોકરાને ભણાવી ગણાવી મોટો કર્યો. વિનય ખુબ ભણ્યો પણ ગણ્યો નહીં તેને જોબ મળી નહીં એટલે પપ્પા ના શો રૂમ સંભાળી લીધો. અને પપ્પા કિરણભાઈ સાથે સહજ કામ કરવા લાગ્યો. કિરણભાઈ ને થયું વિનય ઉંમરલાયક થઈ ગયો છે ને મારો શો રૂમ પણ સંભાળી રહ્યો છે એટલે સારી છોકરી સાથે તેના લગ્ન કરી દવ. કિરણભાઈએ ઘરે જઈ તેની પત્ની ને કહ્યું વિનય ના લગ્ન કરી નાખું તો તારું શું કેવું છે. મન મા મલકાતી તેની પત્ની એ હાં પાડી. અને સાંભળો હવે મારાથી બહુ કામ થતું નથી એટલે જેમ બને તેમ જલ્દી કરો તો