પાંચ લઘુકથા - 3

(42)
  • 5.3k
  • 3
  • 1.9k

પાંચ લઘુકથા- રાકેશ ઠક્કરભાગ-૩મિત્રો, 'પાંચ લઘુકથા' ને આપના તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. આ નાનકડી કથાઓને પસંદ કરવામાં આવી છે. આપની લાગણીને માન આપી 'પાંચ લઘુકથા' ને શ્રેણીના રૂપમાં તૈયાર કરવાનો વિચાર કર્યો છે. આ ત્રીજા ભાગમાં વધુ પાંચ નાનકડી કથાઓ રજૂ કરી છે. આશા છે કે આપને જરૂર પસંદ આવશે અને સ્પર્શી જશે. આપના પ્રતિભાવ અને રેટીંગ જરૂર આપશો.૧. કોરોના માસ્ક આખા વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસે તરખાટ મચાવી દીધો છે. દરેક દેશમાં લોકોની સુરક્ષા માટે આરોગ્ય સાચવવાના સૂચનો કરવામાં આવી રહ્યા હતા અને શંકાસ્પદ જણાતા લોકોને તબીબોની નજર હેઠળ રાખવામાં આવ્યા હતા. વધુ લોકો સુધી કોરોનાની અસર ના પહોંચે