અંધારામાં ઉજાસ

(19)
  • 2.4k
  • 1
  • 735

' અંધારામાં ઉજાસ '' કેમ દીકરા , આમ પુરા રૂમમાં અંધારું કરીને બેઠો છે ? 'પિતાના અવાજથી રુચિર એકદમ સ્વસ્થ થઈને બેસી ગયો , ' કાંઈ નહીં બસ પપ્પા પરીક્ષા નજીક આવી રહી છે ને એટલે તૈયારી કરી રહ્યો છું .'' અરે પણ અંધારામાં ? ના પપ્પા એવું નથી પરંતુ મનમાં ને મનમાં બધુ યાદ કરી રહ્યો છું , એટલે લાઈટની જરૂર જ નથી . ' બધુ બરોબર યાદ કરી લે જે દીકરા ? '' પપ્પા , જેટલું યાદ થઈ શક્યું એ જ રિપીટ કરું છું , બાકી વધારે નહીં થઈ શકે ' ઓકે , ઓકે દીકરા કાંઈ જરૂર હોયતો મને કહી દે જે