આરાધ્યા ને કેમ કહું ?

  • 3.3k
  • 1k

આજે ઓફિસે કઈ વધારે કામ ન હતું. એટલે રૂમે થોડો વહેલો આવી પહોંચ્યો હતો. પણ શું ખરેખર એજ સાચું કારણ હતું ? કે પછી કોઈની ચિંતા થઇ રહી હતી ? આમ પણ ગાંધીનગરમાં કઈ ખાસ ટ્રાફિક નહિ. એટલે ઓફિસેથી રૂમે આવતાં ફક્ત ૧૫-૨૦ મીનીટ જેટલો જ સમય લાગે. પરંતુ આજે બાઈક થોડી વધારે ચલાવી હતી. કારણ કે ..... ? શાં માટે મે જીવના ઝોખમે બાઈક વધારે સ્પીડથી ચલાવી ? શું મને પણ ખબર નથી ? આ શહેરમાં આવ્યા તેને હજી ફક્ત એક વર્ષ જ થયું હતું. તેમ છતાં આટલા ઓછાં સમયમાં પણ મને અહિયા ઘણું બધું મળ્યું હતું. જેની મે