આર્યરિધ્ધી - ૪૦

(26)
  • 3.1k
  • 1.2k

રિધ્ધી બાલ્કનીમાં ઊભી રહી હતી અને બોલી, “આર્યવર્ધન ની એક નિશાની મારી પાસે છે. મારા પેટમાં.” આટલું કહીને રિધ્ધી એ પોતાના પેટ પર હાથ ફેરવ્યો. બધા રિધ્ધી સામે જોઈ રહ્યા હતા. કોઈને પણ શું કહેવું તે સમજાતું નહોતું. તેમાં ક્રિસ્ટલ વધારે પરેશાન હતી. કેમકે તેને ખબર હતી કે આર્યવર્ધન અને રિધ્ધી ક્યારેય એકલા મળ્યા નથી અને તેમની વચ્ચે કંઈ પણ થયું નથી તો રિધ્ધી પ્રેગનન્ટ કઈ રીતે થઈ શકે ?ક્રિસ્ટલ રિધ્ધીને કંઇક પૂછવા માટે આગળ આવી પણ ત્યાં જ નિધિ ની સ્માર્ટવોચ માં એક એલાર્મ વાગ્યું એટલે નિધિ એ રાજવર્ધન સામે જોઇને હકારમાં માથું ઝુકાવ્યું. એટલે નિધિ અને ખુશી તરત