ગયા ભાગમાં આપણે જાણ્યું કે સોનલબેનને હવે ઘરની ચાર દીવાલોમાં પૂરાઈને રહેવું પડતું હતું પણ એમણે મનોમન નક્કી તો કરી જ લીધું હતું કે આપણે એક દિવસ આ પાંજરું તોડીને બહાર ઉડવું છે.આજે શુક્રવાર હતો.સવાર સવારમાં કંકુબેન ખેતરે જઈને આવ્યા અને સોનલને ઉઠાડી, ”બેટા સોનલ ઉઠો હવે, જુઓ સાત વાગ્યા, સુરજ માથે ચડ્યો.” સોનલ સફાળી ઉભી થઇ ગઈ. ઉઠીને જોયું તો સુરજ સાચેજ માથે ચડેલો હતો, બાપુ બાજુના વાડામાં દાતણ ઘસી રહ્યા હતા, સોનલ ઉભી થઈને આંગણામાં આવી. લીમડા પરથી દાતણ તોડ્યું ને અંદરથી પાણીનો કળશ(લોટો) લઈને દાતણ ઘસવા બેઠી. નિયમિતપણે સોનલ રોજ ૬ વાગ્યા આસપાસ કોઈ ઉઠાડે નહિ તો