ના-કબૂલ

(12)
  • 2.6k
  • 1
  • 878

“અરે, તુ હજી તૈયાર નથી થઈ? ” લક્ષ્મીબેને એમની દિકરી પાર્વતી યાની કે “પરી” ને કહ્યું. “હા ,પણ હવે મારે કેટલી વાર આવી રીતે તૈયાર થવાનું? ” પરીએ છણકો કરતાં કહ્યું. “કેમ? ” “વારેઘડીએ તૈયાર થઈને બેસવાનું. . .બે-ચાર સવાલો કરવાના અને મુર્ખાની જેમ જવાબો આપવાના... એમ છતાંય મારા દિલને સ્પર્શી જાય એવું કોઈ મળતું નથી એટલે” “જો પરી, હવે તું તારા સ્ટાન્ડર્ડને જરાક નીચે લઈ આવ, બેટા... હવે તો બહું થઈ ગયા... આ કેટલામો છે, ખબર છે તને? ” “૧૩મો...” “તો શું તારે લિમ્કા બુક ઓફ