બ્રેક વિનાની સાયકલ - આંખોમાં રંગોની મહેફીલ

  • 4k
  • 1
  • 1.5k

આંખોમાં રંગોની મહેફીલ પ્રાર્થના સભામાં એક જાહેરાત થઇ. જાહેરાત સાંભળીને વિદ્યાર્થીઓની કાનની બુટ્ટીને સ્પર્શીને ચોપાસ ઘૂમતી સઘળી હવાઁઓ રંગભરી પિચકારી બની ગઈ. “કાલે આપણે મોટા શહેરમાં જાદુગરના જાદુના ખેલ જોવા જાવાનું છે. તમારે ઘરેથી જાદુના પંદર રૂપિયા અને ભાડાનાં પાંચ રૂપિયા એમ કુલ વીસ રૂપિયા લાવવના છે..”જાહેરાતનું શૂરાતન એવું તે ચડ્યું કે બધ્ધાં બાળકોની આંગળી ઊંચી... ખૂબ ઊંચી થઇ ગઈ... “એ....એ.... જાદુ.... જાદુગર... એ... હું જવાનો...!!!”સાતમાં ધોરણમાં તમામ વિદ્યાર્થીઓ સાહેબને રૂપિયા જમા કરાવતાં હતાં. બાળકોએ વીસ રૂપિયાવાળી નોટને એવી તે કચકચાવીને મુઠ્ઠીમાં બંધ કરેલી; કે સાહેબ પાસે પોતાનું નામ લખાવે ત્યારે જ ખૂલે. ખરેખર તો રૂપિયા જમા કરાવતાં બાળકોની મુઠ્ઠીમાં જાદુ હતું ! જાદુ હતું...