(મને ડાયરી વાંચતા ખબર પડે છે.. કે... બધા બગીચે જાય છે.. ત્યાં રમીને નાથુ કાકા જોડે નીકળવાનું નક્કી કરે છે... હરેશ પરબે પાણી ભરવા જાય છે.. તેને વાર થતાં મુકેશ તેને શોધવા જાય છે... બંને આવતા નથી.. ને સમર ને હું નાથુ કાકા જોડે એ બંને ને શોધવા જઈએ છીએ ને અમને પરબ પાસે કઈક નજરે ચડે છે) પરબે પોહોચતા જ અમારી નજર મુકેશ પર પડે છે... મુકેશ ત્યાં પરબ પાસે પડ્યો હોય છે... એની આંખો ખુલી હતી... જાણે કઈક અજુગતું જોઈ લીધું હોય એવો ડર હતો...અમે એની પાસે જઈ એને બેઠો કર્યો.. ને એને પૂછ્યું કે હરેશ ક્યાં છે?..