"સર, પ્લીઝ. યુ હેવ ટુ ટેક ધીઝ મેડીસીન. " એક ડોક્ટર અને એક નર્સ એમ બે જણની મેડિકલ ટીમ પણ કેકે સાથે સિંગાપોર રવાના થઈ હતી. અને આ ટીમની જવાબદારી હતી કેકેને સહીસલામત ડો. ભટ્ટ સુધી પહોંચાડવાની. કેયૂરના ગાયબ થવાના આઘાતે જે ઝાટકો લાગ્યો હતો એણે કેકેને મનથી મજબૂત કરી દીધો હતો, પણ શરીર... શરીર મજબૂત થવામાં હજુ સમય લાગે એમ હતો. સ્પેશ્યલ પરમિશન મેળવી કેટલીક મેડીસીન સાથે રાખવામાં આવી હતી અને ફ્લાઇટ દરમિયાન સતત બોટલ ચડાવવાની પણ ચાલુ હતી. ડો. જોનાથન કેકેમાં અચાનક આવેલા પરિવર્તનને જોઇને અચંબિત થઇ ગયા. જ્યારે કેદારભાઈની ગેરહાજરીમાં જ કેકેએ ડિસ્ચાર્જ લેવાનો નિર્ણય લીધો ત્યારે પહેલાં તો