થશરનું રહસ્ય ભાગ ૯

(25)
  • 3.5k
  • 2
  • 1.6k

નીલકંઠ હરિદ્વારમાં એક ઓફિસમાં બેઠો હતો અને સામે પંડિત બંસીલાલ શુક્લા બેસેલા હતા . ત્યાં આવતા પહેલા નીલકંઠે વિચાર્યું હતું કે કોઈ ૬૦ કે ૭૦ વર્ષના કોઈ પંડિત હશે પણ તેને બદલે જીન્સ ટીશર્ટ પહેરેલી ૪૦ ની આસપાસ ની વ્યક્તિ હતી અને તેમની સામે ફોટા મુકેલા હતા જે નિખિલે તેમને મોકલ્યા હતા . આવ્યા પછી ઘણી વાર સુધી બંને તે ફોટા વિષે ચર્ચા કરી ચુક્યા હતા. બંસીલાલે કહ્યું જો આપ કહી રહ્યા હો તે સત્ય હોય તો આ તો બહુ અદભુત છે આપણી પાસે એવું પ્રુફ છે જે મિથકો ને સત્ય સાબિત કરી દે. આપણે જગત ને સાબિત કરી