પ્રિંસેસ નિયાબી - ભાગ 9

(26)
  • 4.4k
  • 1
  • 2k

કોહી મોઝિનો ની સવારી સાથે નીકળ્યો. કોહી બરાબર મોઝિનો નો પીછો કરી રહ્યો હતો. કોઈને ખબર પણ ના પડે કે એક પક્ષી એમની જાસૂસી કરી રહ્યું છે. મોઝિનો ની સવારી સાંજ સુધીમાં એક ગુફા આગળ આવી ને ઉભી રહી ગઈ. લુકાસા એ કઈક બોલી ને પોતાનો જમણો હાથ આગળ કર્યો. એટલે ગુફાનો દરવાજો ખુલી ગયો. બધા ગુફાની અંદર ગયા. ગુફા અંદર થી એકદમ સાફ સુથરી હતી. ત્યાં અમુક અમુક અંતરે પ્રકાશ માટે સળગતી મશાલો મુકવામાં આવી હતી. અંદર એક નવી જ દુનિયા હતી. ને આ દુનિયા હતી જેલની. મોઝિનોએ ત્યાં ઘણા બધા લોકોને કેદ કરી રાખ્યા હતા. આ ગુફાને સાચવવાનું કામ