પ્રિંસેસ નિયાબી - ભાગ 6

(31)
  • 4.4k
  • 2k

ઘણા બધા પ્રશ્નો અને વિચારો સાથે ઓનીર, ઝાબી અને અગીલા ઘરમાં પ્રવેશ્યા.ઓનીર: માઁ આ પહેરેદારો અહીં કેમ ઉભા છે? કઈ થયું?રીનીતાએ એની સામે ઢાંકીને પડેલા વાસણો પર થી કપડું હટાવ્યું. ઝાબી ખુશ થતા બોલ્યો, અરે વાહ ભોજન. કેટલી બધી વાનગીઓ છે. આજે તો મજા આવશે ભોજનની.ઓનીર: પણ આ ભોજન..... આ પહેરેદારો લાવ્યા?રીનીતા: હા.અગીલા: પણ કેમ?નુએન: અહીંનો નિયમ છે કે જે લોકો નવા પહેલીવાર આ રાજ્યમાં પ્રવેશ કરે તેમને એક સમયનું ભોજન રાજમહેલ તરફ થી આપવામાં આવે છે. ને આ પહેરેદારો એ ભોજન લઈને આવ્યા છે.ઓનીર: નવાઈ સાથે કઈક વધુ જ સારા નિયમો નથી આ રાજ્યના?નુએને શાંત રહેવાનો ઈશારો કરતા કહ્યું, હા....તો