અંગારપથ. - ૪૩

(193)
  • 9.9k
  • 8
  • 5.9k

અંગારપથ. પ્રકરણ-૪૩. પ્રવીણ પીઠડીયા. એક ભયાનક સૂનકાર ફરી પાછો વાગાતોર બીચ ઉપર છવાયો હતો. થોડી ક્ષણો પહેલાં મચેલી તબાહીનું વરવું દ્રશ્ય બધાની આંખોમાં અંજાયેલું સ્પષ્ટ નજરે ચડતું હતું. કાતિલ ખામાશીથી અને એકદમ શિસ્તબધ્ધ રીતે લોબોનાં જવાનો પરિસ્થિતિને કંન્ટ્રોલમાં લઈ રહ્યા હતા. ડ્રગ્સની પેટીઓને અલગ મૂકવામાં આવી હતી. એ પેટીઓનો કબ્જો નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ પાસે રહેવાનો હતો. એ કેટલી રકમનો જથ્થો હતો, ક્યાથી ડિલિવર થયો હતો, તેની પાછળ કોનો હાથ હતો, આ તમામ બાબતોની એકદમ ગહેરાઇથી તપાસ થવાની હતી. લોબો તેમાં કોઈ કચાસ રહેવા દેવા માંગતો નહોતો એટલે જ આખું ઓપરેશન અત્યંત ગુપ્ત રીતે ફક્ત પોતાના માણસોનાં ભરોસે જ તેણે પાર