યશોધરાનું દેહલાલિત્ય પણ તમને આકર્ષી ન શક્યું. સિદ્ધાર્થ. નાઇટીમાંથી ડોકાતા ઉરોજો અને સંગેમરમર થી મઢી હોય તેવી કાયા તમને લોભાવી ન શકી. તમે બહાર અગાસીમાં આવી ગયા અને પૂરી કાયનાતને મનની આંખોથી જોવા લાગ્યા. ચંદ્ર વગરની રાત્રીમાં દરેક તારલા ચંદ્ર બની ઝળકી રહ્યા હતા. તેમનો આછેરો અજવાસ તમારા જહનમાં ચિત્કાર લગાવતો હતો .મન એક અજંપો અનુભવતું હતું.ટ્રેકસૂટ અને સ્લીપર પહેરી તમે નીચે આવી ગયા. આસ્તેથી.. રાહુલને જોવાનો મોહ છોડી ન શક્યા. એક નજર ભરીને રાહુલને જોયો. માથે હાથ ફેરવ્યો. ત્યાં જ મન બોલ્યું ,રહેવા દે.. સિદ્ધાર્થ યશોધરા પાસે પાછો જા. તારાથી ત્યાગ શક્ય નથી. તમે હાથ ખેંચી