અધુરો સંગાથ

(35)
  • 3.2k
  • 1
  • 1.1k

અધુરો સંગાથ..( A Speechless Love Story..) અનામિકા આજે સવારે કોલેજ જવાં માટે વહેલી તૈયાર થઈ ગઈ હતી, અને એક અલગ પ્રકારનાં જુસ્સા સાથે તે આજે કોલેજ જવાં માટે રવાનાં થઈ હતી, બહાર નીકળીને જોયું તો તેની એક્ટિવા પર વહેલી સવારની આછેરી ઝાકળનાં બુંદો છવાયેલ હતાં, સૂર્યનારાયણનાં કિરણો આ ઝાકળનાં આવરણોને ચીરીને ધરતી પર પ્રકાશ રેલવવા માટે તલપાપડ થઈ રહ્યાં હોય તેમ મથામણ કરી રહ્યાં હતાં, પક્ષીઓ પણ પોતાનાં માળો છોડીને તેમનાં બચ્ચાં માટે ખોરાકની શોધ કરવાં માટે નીકળી પડ્યા હતાં, ફૂલ જેવાં નાના બાળકો પણ ભાર વગરનું ભણતર લેવાં માટે ભારેખમ બેગ પોતાનાં ખભે લટકાવીને શાળાએ જવાં માટે નીકળી પડયા