અનામિકા

(113)
  • 5.1k
  • 4
  • 1.6k

એનું નામ તો ક્યારેય પૂછ્યું નથી. મારી બાજુમાં જ રહે છે. નવી આવી ત્યારે મને એ થોડી ગમેલી. પછી ધીરે ધીરે...! છી... આવી છોકરીની શું વાતો કરવાની ? મારે બીજું કંઈ કામ નથી? મંજરીએ વિચારોના કચરાને વાળી ઝૂડીને, એક પ્લાસ્ટિકની કોથળીમાં બંધ કરી એ કોથળીને બે ગાંઠ મારી, બરોબર ટાઇટ કરીને કચરાટોપલીમાં કચરો ફેંકીએ એમ ફેંકી દીધા! એણે લોટ બાંધવાનું શરૂ કર્યું... દેખાવે કેટલી સુંદર છે! બીજું કોઈ સારું કામ ના કરી શકે? અરે કંઈ ના મળે તો એક સિલાઈ મસીન વસાવી કપડાં સિવી શકે! કોઈના ઘરે કચરા પોતા કરી શકે અરે જો થોડી ભણેલી હોય તો ટ્યુશન કરાવી શકે!