કથા,ભજન અને ભક્તિ મન ને ડોલાવી દે તે ભજન, ભજન આત્મિક રીતે થાય તો ભજન. જો કે ભજનમાં બધા બેસે છે પણ ભજન કોઈનામાં બેસતું નથી. "નેડો લાગ્યો હરિ તારા નામ નો " દિલ થી ગાઈ એ છીયે પણ ખરેખર નેડો લાગે છે? ભજનની પળોમાં વ્યક્તિ લીન થઇ મંજીરા,ઢોલક ને કરતાલમાં ગુલતાન થઈ પળ બે પળ માટે મશગુલ જરૂર થાય છે પણ પછી શું ?કથા ની વાત કરું તો આજે કથાકારોના કિડીયારાં ઉભરાય છે જોકે કથા માં બસેલો વ્યક્તિ કથા પતે પછી ગ્રહણ કરેલું દશ મિનિટમાં ખંખેરી નાખે છે ને ફરી પાછો હતો એનો એજ