મીના. એક નાનકડા ગામડાની ગલીઓમાં હસતી-ગાતી, રમતી-કૂદતી ઢીંગલી. બાપુની વ્હાલી ને બાની દુલારી. એક સાંજે તે શૌચક્રિયા માટે ઘરથી થોડે દૂર ગઈ. ત્યાં કોઈ ડરામણો પડછાયો જોઈ મીના ધ્રુજી ગઈ. બસ તે દિવસથી મીનાના ઘરનો કલરવ પાંજરે પુરાઈ ગયો. ભોલુ. બહાદુર અને ચપળ છોકરો. ડર એટલે શું તેની એને સમજણ પણ નહીં. તે એક સાંજે તેના બાળ ગોઠિયા સાથે હાજતે જવા બહાર ગયો. ઝાડીઝાખરાંમાંથી તેને કોઈ ઝેરી જંતુએ ડંખ મારતા તે ચીસ પાડી ઉઠ્યો. પણ હિમતાવાળો એવો કે પીડાને ગણકારે નહીં. પરંતુ આ ઘટનાને એકાદ કલાક વીત્યો હશે, ને તેનું શરીર શિથિલ થવા લાગ્યું. ચક્કર આવવા લાગ્યા અને