આગળ જોયુ તેમ રિખીલની નવી લાઇફ કે જે ધાનીથી ચાલૂ થાય છે અને ધાની પર આવીને જ અટકી જાય છે. લાઇફ પણ અજીબ હોય છે ને! જે સાથે હોય એ જ આપણાથી દૂર હોય છે. પણ એ તો સમય આવ્યે જ ખબર પડતી હોય છે. હવે રિખીલ કાકીનુ શું કરશે એ જોઈએ. ધાનીને સમજાવી મનાવી સેન્ડવીચ ખવડાવી એને અડધી તો માંડ ખાધી અને રુમમાં જતી રહી. થોડીવારમાં કાકા આવ્યા પછી મેં મામાને કોલ કરી બોલાવ્યા અને હું ઉપર ગયો અને ધાનીનો ગાલ જોયો. હું :- ધાની, ગાલ પર શું થયું? કેવી રીતે થયું? ધાની :- શું