લવ લેટર (ભાગ-૨) સંપૂર્ણ

(190)
  • 8.5k
  • 6
  • 3.6k

આગળના ભાગમાં જોયું કે એક કાગળ પોતાના એક સાદા સ્વરૂપમાંથી બહુમૂલ્ય પ્રેમપત્રમાં પરિવર્તિત થાય છે. સ્કૂલમાં ભણતા આશિષ અને મુસ્કાનની જિંદગીનો મહત્વનો હિસ્સો બની જાય છે. આશિષ મહામહેનતે મુસ્કાન સુધી એ લવલેટર પહોંચાડી જ દે છે..હવે મુસ્કાનની સ્કૂલબેગમાં રહેલો એ લવલેટર પોતાની આગળની પરિસ્થિતિની રાહ જોઈ રહ્યો છે...મુસ્કાનનો જવાબ હજુ બાકી છે....છેક રાત સુધી હું એની સ્કૂલબેગમાં જ ગૂંગળાયો. ધીરેથી ફુલસકેપમાં હરકત થઈ અને હું બહાર આવ્યો. રૂમમાં કોઈ હતું નહીં કદાચ એ એનો એકલીનો અલગ રૂમ હતો. બારણું પણ બંધ હતું. મને કવરમાંથી કાઢીને સીધા એના ઓશિકા નીચે મૂકી દીધો. લગભગ કલાક પછી એણે મને બહાર કાઢ્યો ચારેબાજુ અંધારું