પાર્ટ 12 શુભમ માથે આજે જાણે આભ તૂટી ગયું હોય તેવું દુઃખ પડ્યું હતું. રીના તો જાણે પૂતળું બનીને બસ તેના એક ને એક દીકરાની બોડી ની દહન થતી જોતી જ રહી. તેના સુખી જીવનમાં જાણે કોઈ બૉમ્બ નાખીને તબાહ કરી નાખી હોય તેવું લાગ્યું. શુભમ તો પોતાની જાત ને જ સંભાળી સકવાની હાલત માં ન હતો. પણ તે એક પુરુષ હતો. તેનામાં સ્ત્રી કરતા વધુ મનોબળ હોય છે. એક પુરુષ કોઈ પણ વિકટ સમયમાં પોતાના પરિવાર ને તરસોડી શકતો નથી. પોતાને જાણ હોવા છતાં કે હવે બધું તેની હાથમાં નથી