પ્રિંસેસ નિયાબી - ભાગ 5

(23)
  • 4.7k
  • 2
  • 2.2k

કામ સહેલું નહોતું. ને જે લોકો આ કામ કરવા જઈ રહ્યાં હતાં એ બધાં ને મોઝિનો સાથે કોઈ લેવાદેવા નહોતી. પણ એમના પોતાના લોકો મોઝિનો થી ત્રાસ ભોગવી ચુક્યા હતાં. એટલે એમના હૃદયમાં એક આગ હતી મોઝિનો ને ખતમ કરવાની. બીજા દિવસે ઓનીર, નિયાબી ને બાકી બધાં તૈયાર થઈ ને આવી ગયાં. કેરાક: ઓનીર તું, રાજકુમારી નિયાબી, અગીલા અને ઝાબી ચારેય જણ નુએન અને રીનીતા સાથે તેમના બાળકો બની રાયગઢ માં પ્રવેશ કરશો. તમે એક પરિવાર તરીકે રાયગઢ માં રહેશો. ત્યાં રહી ને તમારે કોઈપણ રીતે ત્યાંના લોકો નો વિશ્વાસ મેળવવાનો છે. પણ એકવાત નું ધ્યાન રહે કે તમારે ત્યાં કોઈ જાદુ