ઘવાયેલ પંખી

(16)
  • 4.1k
  • 1
  • 908

મેં બારીની બહાર જોયું... હવે સાંજ થવાની છે..... !સૂર્ય પોતાની દિનચર્યા માંથી પરવારી આરામ ના મૂડ માં હતો...ઘરે પાછા જલ્દી ફરવાની હોડમાં પંખીઓએ આકાશમાં ટ્રાફિક જામ કરી દીધી હતી..... અનેક પ્રકારના પંખીઓના અવાજોથી વાતાવરણ ઘેરાયેલું હતું.....ઝાડની એક સૂકાઈ ગયેલી ડાળી પર બેસેલી એક ચકલી સામેનાં સૂકા ઝાડ પર બેસેલા ચકલાને એકીટસે તાકી રહી હતી...ચકલોએ પાછો પડે એમ નહોતો.. એ પણ તીરછી નજરે ચકલીને તાક્યા કરતો... મેં નિશ્ચય કર્યો... 'બસ આજે તો એને મારા દિલની વાત કોઈ પણ રીતે જણાવીજ દઈશ...બહું રાહ જોઈ લીધી... હવે નહીં... હવે તો જણાવીશ ને જ રહીશ.. 'અને એ નિશ્ચય સાથે મેં એના મકાન તરફ હળવેકથી નજર કરી... વાહ.. !