પરીક્ષા

  • 5.6k
  • 1
  • 1.6k

માર્ચ મહિનો આવે એટલે બાળકો ને પરીક્ષા ની ચિંતા થવા લાગે છે.તેમ જે લોકો વેપાર સાથે જોડાયેલા હોય તેમને હિસાબો સમતલ કરવાની ચિંતા થતી હોય. બાળકોની પરીક્ષા હોય એટલે સાથે સાથે તેમના માતા પિતાને પણ તેમના બાળકોની ચિંતા થાય તે વાત તો સ્વાભાવિક છે.બાળકો જેમ તહેવારોની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ થી કરે છે તેમ બાળકો પરીક્ષાને પણ તહેવારોની જેમ લઇને પરીક્ષા આપવી જોઇએ.એક વાત યાદ રાખવી જોઇએ કે આ પરીક્ષા એ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી, દરેક પરીક્ષામાંથી કાંઇકને કાંઇક શીખવાનું હોય છે.આપણે આખા વર્ષ દરમિયાન તનતોડ મહેનત કરી છે તો પછી પરિણામની ચિંતા કરવાની નહી . ગીતામાં પણ કહેવાયું છે