દિલ કા રિશ્તા - 5

(55)
  • 4.8k
  • 2
  • 2.4k

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ એના દોસ્તો અને અપના ઘરના સદસ્યો આબુ અંબાજીમા ખૂબ એન્જોય કરે છે. અને ગુરુ શિખર ચઢતાં ચઢતાં આશ્કા એના જીવનની આપબીતી કાવેરીબેનને કહે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )ગુરુ શિખર પર જઈ બધાં દત્તાત્રેયના દર્શન કરે છે અને મોજ મસ્તી કરતાં કરતાં નીચે ઉતરે છે. અને છેલ્લે નકી લેક તરફ જાય છે. નકી લેક એ આબુનું ખૂબ જ પ્રખ્યાત એવું પીકનીક સ્પોટ છે. જ્યા બાળકોથી લઈને વૃદ્ધો બધાં જ આનંદ મેળવી શકે છે. પૌરાણિક કથા અનુસાર એના માટે કહેવાયું છે કે, ભગવાને એમનાં નખથી આ તળાવનું સર્જન કર્યું હતું. તેથી