ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૦

(71)
  • 5.1k
  • 6
  • 2.3k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું દસમું ધીરાજીએ આવીને ઇન્સ્પેક્ટર ઠાકોરને સમાચાર આપ્યા કે આપણે એક કેસ ઉકેલવામાં વ્યસ્ત હતા ત્યારે આસપાસના બે પોલીસ મથકોમાં આત્મહત્યાના કેસ નોંધાઇ ગયા છે. ઇન્સ્પેક્ટર ઠાકોર જ્યારે પણ શંકા પડી ત્યારે આત્મહત્યાના કેસને હત્યાનો કેસ સાબિત કરવામાં મોટાભાગે સફળ થયા હતા. તેમના માટે અમસ્તું જ નથી કહેવાતું કે,'નામ છે એનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એની નજર છે બહુ ચકોર.' તે હત્યાને આત્મહત્યામાં ખપાવવા માગતા ગુનેગારને કોઇને કોઇ રીતે ઝડપી પાડતા હતા. એમાં એમનું સૂક્ષ્મ અવલોકન કારગર સિધ્ધ થતું હતું. તેમની વિચારવાની ઢબ અલગ જ હતી. સામાન્ય જીવનમાં ભલે એમ કહેવાતું હોય કે હંમેશા હકારાત્મક વિચારો પણ ઇન્સ્પેક્ટર ઠાકોર પહેલા