શિક્ષણ V S કેળવણી

  • 9.1k
  • 3
  • 3.1k

નમસ્કાર સારસ્વત મિત્રો. આજે હું એક એવા વિષય પર વાત કરવા માંગુ છું, જે કદાચ આજની શિક્ષણ વ્યવસ્થામાં લુપ્તતાના આરે આવીને ઉભો છે. એ વિષય છે ‘કેળવણી’. ★ પ્રસ્તાવના આ વિષય કંઇ નવો નથી કે તેનાથી કોઈ અજાણ પણ નથી. તેમ છતાં સૌ તેને નજરઅંદાજ કરે છે. ‘શિક્ષણ’ શબ્દ અંગ્રેજોની દેન છે. શિક્ષિત હોવું એટલે શું ? માત્ર કોઈ ભાષા લખતા કે વાંચતા આવડી જાય એટલે તે વ્યક્તિ શિક્ષિત ? (હા, વ્યાખ્યાતો આવું જ કંઈક કહે છે.) ને આવું સાર્વત્રિક બને એટલે સમૂહ, સમાજ, રાજ્ય કે દેશ શિક્ષિત થઇ ગયો. (પછી