ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-51 બીયરબારમાં અનાર એનાં નવાં પણ ખાસ દોસ્તને મળવાં આવી હતી. એને ખબર હતી કે આ માણસ મારાં રૂપ અને શરીર પર પાગલ છે એણે સમજીનેજ બકરો ફસાવ્યો હતો કે આ બધે પહોચતો છે અને એની વગ, માણસો, પૈસો અને કંપની બધાથી એ મારાં બધાં કામ કરશે. છેલ્લાં થોડાંક સમયથી એ કોન્ટેકટમાં આવી હતી જેવી મુલાકાત થઇ પેલો પહેલીજ મુલાકાતમાં અનારે આગ વધુ તેજ કરી.. થોડી છૂટછાટ લેવા દીધી પેલો પછી એની પાછળ લટુ જ થઇ ગયો હતો. આજે એને અનાર બીયરબારમાં મળી અને એણે એક સાથે બે કામનો રીપોર્ટ માંગ્યો. એને બધુજ યાદ આવવા લાગ્યું કે પહેલીવાર