પ્રકરણ-49ટ્રુથ બિહાઇન્ડ લવ શ્રૃતિ કોફી અને નાસ્તો લાવી હતી એણે સ્તવનને સ્તુતિનો હાથ હાથમાં લઇ સૂતેલો જોયો. સ્તવનને કોફી આપી ડોક્ટર પણ રાઉન્ડમાં આવી જલ્દી ભાનમાં આવશે એવી હૈયાધારણ આપીને ગયાં. જરૂર પડે કેન્ટીનમાંથી મંગાવવાની પણ સલાહ આપી પણ શ્રૃતિએ સ્તવનને ના પાડી કે હું જ સવાર બપોર સાંજ આવી જઇશ. કેન્ટીનમાંથી નથી મંગાવવાનું. સ્તવને કહ્યું "પણ તારે ઘરે કામ હોય પાપાનું પણ જોવાનું. અહીં હું મેનેજ કરી લઇશ. શ્રૃતિએ કહ્યું કંઇ મેનેજ નથી કરવાનું હું મારાં કામ સાથે તમે આવી જનાનું મેનેજ કરીશ. એ બહાને દીદીને આવીને જોઇ લઇશ પ્લીજ જીજુ આમ મને કશામાં ના ના પાડો. સ્તવને ના