"મહેર તું જે દુનિયાને જો છે તેના કરતાં બહું અલગ છે અમારી દુનિયા. હું એમ નથી કહેતી કે ત્યાં છોકરીઓને ખુશ નથી રાખતા.. તે ખુશ રાખે છે પણ, પોતાનાથી વેગળી કરવા નથી માગતા. કોલેજમાં ભણવા, દોસ્તો સાથે પાર્ટી કરવા, મુવી જોવા જવું બધી જ છુટી આપવામાં આવે પણ જો કોઈ છોકરી છોકરા સાથે ઊભી રહી કે તેની સાથે વાતચીત કરતાં જોઈ ગયા તો આ સ્પેટર અહીં જ ખતમ થઈ જાય ને તેને હંમેશા માટે ઘરની ચાર દિવાલમાં પુરાઈ જવાનું. એમાં પણ ઘણા ઘરે મે જોયું છે કે છોકરીની જિંદગી ખાલી કંઈ પણ વિચાર્યા વગર પુરી થઈ જતી હોય છે. ના